Current Affairs Date-30/07/2017

રાષ્ટ્રીય

 • હવેથી આઈ.આઈ.એમ.પારદર્શક વહીવટ કરીને બોર્ડ ઓફ ગવર્નન્સની નિમણુંક પણ કરી શકશે.
 • હાલ કેન્દ્રીય વિજ્ઞાન પ્રાદ્યોગિકી મંત્રી તરીકે ડૉ.હર્ષવર્ધન સેવા આપી રહ્યા છે.
 • ભારતમાં ભષ્ટાચારના કેસોમાં સૌથી પ્રથમ ક્રમે આવનાર રાજ્ય મહારાષ્ટ્ર છે.
 • ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા ડૉ.કલામની બાયોપિકનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય

 • હાલમાં પાકિસ્તાન દેશમાં શાહીદ ખાકાન અબ્બસીને પાકિસ્તાન દેશના પ્રધાનમંત્રીના રૂપમાં જાહેર કરવામાં આવ્યા છે.
 • પાકિસ્તાનની અદાલતે નવાઝ શરીફને બંધારણની કલમ ૬૨ અને ૬૩ અંતર્ગત અયોગ્ય જાહેર કરવામાં કરેલ છે.

રમત-જગત

 • હાલમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે જ ૩૦૪ રને હરાવેલ છે.
 • દોડના ખેલાડી દૂતી ચંદને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે પરમીટ મળી ગય છે.

અન્ય

 • આગામી ૧૦ મી ઓગસ્ટના રોજ વિશ્વ સિહ દિવસ મનાવવામાં આવશે.
 • હાલ ભારત દેશમાં ૨૦ આઈ.આઈ.એમ.સંસ્થા કાર્યરત છે.
 • દેશના વડાપ્રધાનશ્રી દદ્વારા અયોધ્યાથી રામેશ્વર સુધી ટ્રેન માટે લીલીઝંડી આપી દેવામાં આવી છે.
Advertisements

Current Affairs Date-29/07/2017

રાષ્ટ્રીય

 • બિહાર વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સીટો ૨૪૩ છે. તેમાં ૧૩૧ એન.ડી.એ.ના સમર્થનમાં છે.
 • દેશના રાષ્ટ્રપતિ આઈ.આઈ.એમ.ના વિઝીટર્સના હોદા ધરાવે છે.
 • કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એન.ધરમ સિંહનું ૨૭ જુલાઈ ૨૦૧૭ના બેન્ગ્લુંરૂમાં અવસાન પામેલ છે.

આંતરરાષ્ટ્રીય

 • ૨૯ જુલાઈ ૧૯૫૮ના રોજ અમેરિકાએ પોતાની અંતરીક્ષ એજન્સી નાસાની સ્થાપના માટે ખરડો પસાર કરવામાં આવ્યો હતો.
 • ૪ ઓક્ટોબર ૧૯૫૭ના રોજ સોવિયત યુનિયનને પોતાનો પ્રથમ ઉપગ્રહ સ્પુટનીક-૧ લોન્ચ કર્યો હતો.
 • ૨૮ જુલાઈ ૨૦૧૭ન રોજ ઉતર કોરિયાએ આંતર મહાદ્રીપીય બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરેલ છે.
 • અમેરિકાના મત મુજબ ઉતર કોરિયાએ આ ૧૨મુ મિસાઈલ પરિક્ષણકરેલ છે.
 • હાલમાં નેપાળના મુખ્ય ન્યાધીશના રૂપમાં ગોપાલ પ્રસાદ પરજુલીને નિયુક્ત કરવામાં આવ્યા છે.

રમત-જગત

 • ભારતીય હોકી ટીમનો પ્રથમ મુકાબલો આગામી ૯ મી ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ ન્યુઝીલેન્ડ સામે રમાશે.

અન્ય

 • વિશ્વમાં સૌથી વધારે વાઘની સંખ્યા ધરાવતો દેશ ભારત છે.
 • ભારત નીતિ આયોગ દ્વારા દેશમાં છ અત્યાધુનિક પરિવહન પ્રણાલીને મંજૂરી આપવામાં આવી છે.

Current Affairs Date-28/07/2017

રાષ્ટ્રીય

 • રામેશ્વરમાં જ્યાં કલામ સાહેબને દફ્નાવવામાં આવ્યા તે જગ્યાને નોલેજ સેન્ટર સ્મારકમાં ફેરવવામાં આવી છે.
 • દેશની કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી વેતન ખરડાને મંજૂરી આપવામાં આવી છે.
 • હાલ ભારત સ્ટોક એક્સચેન્જના સીઈઓ તરીકે આશિષ કુમાર ચૌહાણ છે.
 • નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ “ઇન્ડિયા ક્વેટ એપ” નો શુભારંભ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

 • ચીન દેશ પોતાના કિંગહાઈ વિસ્તારમાં માર્સ વિલેજ તૈયાર કરીને મંગળગ્રહ જેવું વાતાવરણ ધરાવતું મોડેલ તૈયાર કરી રહ્યું છે.
 • વિશ્વની સૌથી મોટી ઓનલાઈન રીટેલર કંપની એમેઝોનના સીઈઓ જેફ બેજોસ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે.
 • ૨૮ જુલાઈ ૨૦૧૭ ના રોજ મનાવવામાં આવેલ વિશ્વ હેપેટાઈટીસ દિવસનો વિષય રાખવામાં આવ્યો હતો, એલિમિનેટ હેપેટાઈટિસ”

ગુજરાત

 • ગુજરાતમાં રાજ્યમાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધેલા છે.

રમત-જગત

 • ભારતના વિરેન્દ્ર સહેવાગ અને પી.ટી.ઉષાને ખેલ રત્ન અને અર્જુન એવોર્ડની પસદંગી સમિતિમાં સ્થાન આપવામાં આવેલ છે.
 • પી.વી.સિંધુને આંધ્રપ્રદેશમાં કલાસ વન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અન્ય

 • પુથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ફાઉન્ડેશન દિવસ દર વર્ષ ૨૭ જુલાઈના રોજ માનવવામાં આવે છે.

Current Affairs Date-27/07/2017

રાષ્ટ્રીય

 • દુરદર્શનના લોગોની ડીઝાઈન બદલાશે, તે માટે સામાન્ય લોકો પાસેથી ડીઝાઈન મંગાવવામાં આવી છે. દુરદર્શન હાલ ૨૩ ચેનલોનું પ્રસારણ કરે છે.
 • ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અજીત ડોવલ ફરજ બજાવી રહ્યા છે.ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર મુંબઈ મ્યુનિસિપલ કોપોરેશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
 • ભારતના મિસાઈલ મેન ગણાતા ડૉ.અબ્દુલ કલામ સાહેબની બીજી પુણ્યતિથી ૨૭ જુલાઈ ૨૦૧૭ના રોજ હતી.
 • રીઝર્વ બેન્કે ૨૦૦૦ ની નોટ છાપવાનું બંધ કરી દીધેલ છે. ટુંક સમયમાં ૨૦૦ ની નવી નોટ અસ્તિત્વમાં આવશે.
 • બિહારમાં નીતીશ કુમારે ૨૭ જુલાઈ ૨૦૧૭ના રોજ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરેલ છે.
 • ઉતરપ્રદેશના મુખ્યમંત્રીના રીપોર્ટમાં જણાવવામાં આવેલ છે કે રાજ્યમાં વાઘની સંખ્યા વધીને ૨૪૨ થઇ ગઈ છે.
 • ઉતરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે રીયલ એસ્ટેટ માટે એક વેબસાઈટ લોન્ચ કરેલ છે.જેનું નામ રેરા છે.

આંતરરાષ્ટ્રીય

 • હાલમાં સુંદર પીચાઈને એલ્ફાબેટ કમ્પનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે.

રમત-જગત

 • હાલમાં સોમદેવ બર્મનને ટી.એલ.ટી.એ.ના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અન્ય

 • રામેશ્વરમાં દેશના વડાપ્રધાનશ્રીએ અબ્દુલ કલામ સ્મારકનું ઉદ્દઘાટન કરેલ છે.
 • દ્રીપ વિકાસ એજન્સીની પ્રથમ બેઠકની અધ્યક્ષતા રાજનાથસિંહે કરેલ છે.

Current Affairs Date-24/07/2017

રાષ્ટ્રીય

 • ટુંક સમયમાં સરકા ધોરણ પાંચ અને આઠમાં ડીટેન્શન પોલીસી લાવશે.
 • ઉતરપ્રદેશ રાજ્ય સરકારે નિર્ભયા યોજના અંતર્ગત રાજ્યમાં ૫૦ પિંક બસ ચલાવવાનો નિર્યણ કરેલ છે.
 • ૨૪ જુલાઈ ૨૦૧૭ ના રોજ દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના કાર્યકાળનો છેલ્લો દિવસ હતો.
 • ૨૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ એર ઇન્ડિયા દ્વારા દોહા માટે નાવી વધારાની ફલાઈટ શરુ કરશે.
 • ૨૫ જુલાઈ ના રોજ દેશના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે.
 • ૨૭ જુલાઈ ૨૦૧૭ ના રોજ રામેશ્વરમાં અબ્દુલ કલામ સ્મારકનું ઉદઘાટન કરવામાં આવશે.
 • ૨૮ જુલાઈ ૨૦૧૭ ના રોજ ઉતરાખંડના કાશીપુર ખાતે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલન મળશે.
 • ૩૦ જુલાઈ ૨૦૧૭ ના રોજ રેશનકાર્ડને આધાર સાથે જોડવાની છેલ્લી તરીખ રાખવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

 • રશિયામાં પરંપરાગત દદર વર્ષે જુલાઈ માસના અંતિમ રવિવારે નેવી ડે ના રૂપમાં ઉજવવામાં આવે છે.
 • રશિયા દેશ પોતાના નવા ફાઈટર જેટ મિગ-૩૫નું વેચાણ ભારતને કરશે.
 • ઈરાન દેશ દ્વારા નવી રક્ષા મિસાઈલ પ્રણાલી બનાવવાની ઘોષણા કરેલ છે.

રમત-જગત

 • મહિલા કક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ટીમ માત્ર ૯ રનથી પરાજિત થયેલ છે.

અન્ય

 • ભારતના પ્રથમ અંતરીક્ષયાન આર્યભટ્ટની ડીઝાઈન તૈયાર કરનાર વૈજ્ઞાનિક પ્રો.યું.આર.રાવતનું તાજેતરમાં આવસાન થયેલ છે.

Current Affairs Date-23/07/2017

રાષ્ટ્રીય

 • જાહેર સાહસ પસંદગી બોર્ડના અધ્યક્ષ અને આઈ.એ.એસ. સંજય કોઠારી રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદના સચિવ તરીકે નિયુક પામ્યા છે.
 • ગુજરાત કેડરના અશોક માલિકને રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
 • મુંબઈની ઇન્ડિયન નેશનલ થીયેટર નામની સંસ્થા દ્વારા દર વર્ષે શાયદા એવોર્ડ આપવામાં આવે છે.
 • કેન્દ્ર સરકારે કામોવા હેલિકોપ્ટરની આપૂર્તિ માટે રશિયા સાથે સમજુતી કરાર કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

 • નીલ આર્મસ્ટ્રોંગ વર્ષ ૧૯૬૯ના રોજ પ્રથમવાર ચંદ્ર પર પોહોંચ્યા હતા.
 • ૨૩ જુલાઈ ૧૯૮૩ ના રોજ એલ.ટી.ટી.ઈ. અને શ્રીલંકન સરકાર વચ્ચે ગૃહયુદ્ધ થયું હતું, તેમાં એશી હજારથી વધારે લોકોના મોત થયા હતા.
 • કતર દેશે આંતકવાદથી લડવા માટે કાનુનમાં સંશોધન કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત

 • ગુજરાતના બગસરાના કવિ સ્નેહી પરમારની વર્ષ ૨૦૧૭ ના શાયદા એવોર્ડ માટે પસદંગી કરવામાં આવી છે.
 • ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં ૬૦ નવા પ્રથામિક આરોગ્ય સેન્ટર ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.

રમત-જગત

 • મહિલા હોકી વર્લ્ડ લીગ સેમીફાઈનલમાં સાતમાં અને આઠમાં સ્થાને ભારતનો આયર્લેન્ડ સામે પરાજય કરવામાં થયેલ છે.
 • ભારતની એકમાત્ર એટીપી ટુનાર્મેન્ટ ચેન્નાઈ ઓપન હવે પુણેમાં આયોજિત કરવામાં આવશે,અને તેને મહારાષ્ટ્ર ઓપન નામ આપશે.

અન્ય

 • RERA નું પુરુનામ રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ થાય છે. જે ભારતમાં ૧ મેં ૨૦૧૭ થી લાગુ થયેલ છે.

Current Affairs Date-22/07/2017

રાષ્ટ્રીય

 • તાજેતરમાં અરુણાચલમાં હેલીકોપ્ટર ક્રેશમાં વિંગ કમાન્ડર મનદીપસિંહ શહીદ થયા હતા.
 • ૨૨ જુલાઈ ૧૯૧૮ ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જર્મનીથી હવાઈયુદ્ધમાં ભારતીય પાયલટ ઇન્દ્રલાલ રાય શહીદ થયા હતા.
 • વિશ્વ આરોગ્ય સંગઠનના ધારાધોરણ મુજબ પ્રતિ હજારની વસ્તીએ એક ડોક્ટરની જરૂર છે.

આંતરરાષ્ટ્રીય

 • ચન્દ્ર પર સૌપ્રથમવાર પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગના ચન્દ્રના નમુના એકત્ર કરાયેલી બેગની હરાજી ૧૧.૫૭ કરોડ રૂપિયામાં કરવામાં આવી હતી.

રમત-જગત

 • ૨૮ ઓલિમ્પિક મેડાલીસ્ટ અમેરિકન સ્વીમર માઇકલ ફ્લેપ્સે ૨૨ જુલાઈ ૨૦૧૭ ના રોજ કેપટાઉન ખાતે વ્હાઈટ શાર્ક સાથે મુકાબલો કરેલ છે.

અન્ય

 • એમ.સી.આઈ.નું પુરુનામ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા થાય છે.
 • ૨૩ જુલાઈ ૧૮૫૬ ના રોજ લોકમાન્ય બાળ ગંગાધર ટિલકનો જન્મ મહારાષ્ટ્રના ચિખલી ગમે થયો હતો.
 • લોકમાન્ય તિલક દ્વારા ૧૮૮૧ માં કેસરી તથા મરાઠા નામે બે સાપ્તાહિક શરુ કર્યા હતા.
 • લોકમાન્ય તિલક દ્વારા આપેલ નારો “સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકારી છે,તેને હું મેલ્વીશને જ જંપીશ”